Lava Blaze Pro ઓછી કિંમતે શાનદાર ફીચર્સ સાથે લોન્ચ

Lava Blaze Pro

ભારતીય કંપની Lava એ પોતાનો નવો સ્માર્ટફોન Lava Blaze Pro લોન્ચ કર્યો છે. ચાઈનીઝ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે, કંપનીએ તેના મોબાઈલ સેગમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનને જોડ્યા છે. લાવાના આ નવા ફોનને કંપનીના પ્રમુખ સુનીલ રૈના તેમજ કાર્તિક આર્યન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ કંપનીના પાછલા સ્માર્ટફોન Lava Blazeનું નેક્સ્ટ એડિશન છે. આ ફોનના સૌથી ખાસ ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 6X ઝૂમ સાથે 50 MPનો મુખ્ય બેક કેમેરા છે.

Lava Blaze Pro ના ફીચર્સ

પ્રોસેસર – Lava એ Blaze Pro સ્માર્ટફોનમાં MediaTek Helio G37 ઓક્ટા-કોર પ્રોસેસર ઇન્સ્ટોલ કર્યું છે.

ડિસ્પ્લે- આ ફોનમાં 6.5 ઈંચની સ્ક્રીન છે, જેમાં HD+ નોચ ડિસ્પ્લે મળશે.

બેટરી- કંપનીએ ફોનમાં 5,000 mAhની બેટરી લગાવી છે. આ સાથે ફોનમાં 10 W ફાસ્ટ ચાર્જિંગનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

કેમેરા – લાવાનો આ નવો ફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવ્યો છે. આ ફોનમાં 6X ઝૂમ અને ફ્લેશ સાથે 50 MPનો મુખ્ય AI બેક કેમેરા છે. તો ફોનમાં 8 MPનો ફ્રન્ટ કેમેરો છે.

રેમ અને મેમરી- આ ફોનમાં 4 જીબી નેટિવ રેમ અને 3 જીબી વર્ચ્યુઅલ રેમ છે. જે કુલ 7 જીબી રેમ બનાવે છે. ફોનમાં 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જ્યારે 256 GB એક્સપાન્ડેબલ મેમરીનો વિકલ્પ પણ છે.

OS- આ ફોન એન્ડ્રોઇડ 12 સાથે આવ્યો છે.

નેટવર્ક- તે 4G નેટવર્ક સાથે બજારમાં આવ્યું છે.

રંગ- આ ફોનને ગ્લાસ ગ્રીન, ગ્લાસ ઓરેન્જ, ગ્લાસ બ્લુ અને ગ્લાસ ગોલ્ડ જેવા 4 રંગોમાં રજૂ કરવામાં આવ્યો છે.

અન્ય ફીચર્સ- આ સિવાય આ ફોનમાં ફેસ અનલોક, સાઇડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, ડ્યુઅલ સિમ, 3.5mm જેક અને ટાઇપ સી ચાર્જિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

કિંમત અને ઉપલબ્ધતા

કંપનીએ Lava Blaze Proની કિંમત 10,499 રૂપિયા રાખી છે. આ ફોન ફ્લિપકાર્ટ, લાવાના પોતાના ઈ-સ્ટોર અને તમામ રિટેલ સ્ટોર્સ પર આજથી જ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનની વોરંટી અવધિમાં સ્ક્રીન ડેમેજ થવા પર કંપની ફ્રી રિપ્લેસમેન્ટ સર્વિસ પણ આપશે.

Click Hear to buy Flipkart store

2022 | worldtekno | worldtekno9@gmail.com